હોમ પેજ / રેસિપી / મટર પનીર પુલાવ

Photo of Mutter paneer pulav by Bijal Thaker at BetterButter
612
0
0.0(0)
0

મટર પનીર પુલાવ

May-24-2019
Bijal Thaker
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મટર પનીર પુલાવ રેસીપી વિશે

કરી અને પુલાવ બંને એક જ ડીશ માં સમાયેલું છે. એકસાથે બે વાનગી નો સ્વાદ માણી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ઉત્તર ભારતીય
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 વાટકી બાસમતી ચોખા
  2. 100 ગ્રામ પનીર
  3. વટાણા 1 ચમચી
  4. ટોમેટો પાઉડર 2 ચમચી
  5. સમારેલી કોથમીર 1/2 ચમચી
  6. કાજુ પાઉડર 1/2 ચમચી
  7. ગરમ મસાલો 1 ચમચી
  8. આદુ-લસણ ની પેસ્ટ 1 ચમચી
  9. લાલ મરચું 1 ચમચી
  10. ધાણા જીરૂ પાઉડર 1/2 ચમચી
  11. હળદર 1/4 ચમચી
  12. દહીં 2 ચમચી
  13. તેલ 2 ચમચી
  14. ડુંગળી 1
  15. ટામેટાં 1

સૂચનાઓ

  1. ચોખા ધોઈ ને 15 મીનીટ માટે પલાળી રાખો. ટોમેટો પાઉડર, કાજુ પાઉડર, લાલ મરચું અને હળદર મિક્સ કરી પાઉડર મિક્સ તૈયાર રાખો.
  2. નોનસ્ટીક પેન માં તેલ મૂકી ગરમ થયે તેમાં જીરૂ ઉમેરો. તતડે એટલે ખડા મસાલા ઉમેરી દો.આદુ-લસણ ની પેસ્ટ ઉમેરી દો. ડુંગળી ઉમેરી તેના ભાગનું મીઠું ઉમેરી સાંતળો. બારીક સમારેલી કોથમીર, વટાણા, બટાકા ના ટુકડા, પનીર ના ટુકડા, તૈયાર કરેલ મસાલો ઉમેરી હલાવો.
  3. ટામેટાં ના ટુકડા ઉમેરવા, મીઠું અને પાણી ઉમેરી ઉકળવા દો. ચોખા ઉમેરી દો. ઢાંકી ને ચઢવા આવે એટલે દહીં ઉમેરી મિક્સ કરો.
  4. ગરમાગરમ સવૅ કરો. એક ડીશ માં બે સ્વાદ નો આનંદ માણો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર