હોમ પેજ / રેસિપી / Carrot Halwa Rasgulla Cupcake

Photo of Carrot Halwa Rasgulla Cupcake by Urvashi Belani at BetterButter
1513
18
0.0(1)
0

Carrot Halwa Rasgulla Cupcake

Dec-24-2018
Urvashi Belani
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ગાજર હલવા માટે:
  2. 500 ગ્રામ ગાજર (છીણી લેવા)
  3. 3 ચમચા ઘી
  4. 250મિલી દૂધ
  5. 100ગ્રામ માવો
  6. 1/2 કપ ખાંડ
  7. 1/2 ચમચી ઇલાઈચી પાવડર
  8. 6 થી 7 રસગુલ્લા
  9. આવશક્તા અનુસાર વહીપ્ડ ક્રીમ
  10. આવશ્યકતા અનુસાર પિસ્તા કતરણ

સૂચનાઓ

  1. ગાજર નો હલવો બનાવવા માટે એક વાસણ માં ઘી ગરમ કરી ગાજર નાખી ધીમી આંચ પર ઢાંકી ને 5 મિનિટ માટે મુકો.
  2. હવે દૂધ નાખી ધીમી આંચ પર થવા દો.
  3. માવા ને નોનસ્ટિક પેન માં ગોલ્ડન થાય ત્યાં સુધી સેકી લો.
  4. હલવા માં જ્યારે દૂધ ખલાસ થાય અને મિશ્રણ ગાઢું થાય પછી માવો અને ખાંડ નાખી મિક્સ કરી ધીમી આંચ પર જ થવા દો.
  5. જ્યારે હલવો તૈયાર થઈ જાય પછી ઇલાઈચી પાવડર નાખી મિક્સ કરો અને ઠંડુ થવા દો.
  6. સિલિકોન કપકેક મોલ્ડ માં નીચે થોડો હલવો નાખો, પછી રસગુલ્લો (રસ નીચોવી લેવું) મુકો, પછી ફરી થી હલવો નાખી દબાવી ને સેટ કરો. પછી 1 કલાલ માટે ફ્રીઝ માં મૂકી દો.
  7. હવે મોલ્ડ માંથી ધીરે થી કાઢી લો અને ઉપર આઇસિંગ કરો અને પિસ્તા કતરણ નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Hiral Hemang Thakrar
Dec-31-2018
Hiral Hemang Thakrar   Dec-31-2018

Waah

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર