એક કડાઈ મા જીરુ, વરિયાળી, સુકા ધાણા, તલ ગેસ ની ધીમી આંચ પર શેકી લેવુ.
હવે મિક્સર મા શેકેલ મસાલો અને તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, ખાંડ, મીંઠુ, આમચુર પાઉડર, નાખી ને મિક્સર મા પીસી લેવુ.
વાટેલ મસાલો બાઉલ મા કાઢી લેવો.
હવે ગાંઠીયા પણ મિક્સર મા ધીમે ધીમે પીસી લેવા.
હવે તેને પણ વાટેલ મસાલા મા મિક્સ કરવુ.
હવે વાટેલ ગાંઠીયા અને મસાલો બરાબર મિક્સ કરી તેમા કાજુ બદામ ઝીણા ઝીણા કાપેલા મિક્સ કરવા.
હવે બધુ બરાબર મિક્સ કરી નાના ગોળા બનાવી લેવા.
આ રીતે બધા મસાલા ના ગોળા બનાવી લેવા.
પરાત મા મેંદો લઈ તેમા મીંઠુ અને ઘી નુ મુઠીં પડતુ મોણ નાખી ને લોટ બાંધી લેવો. અને ઢાંકી ને ૧૫ મિનિટ સુધી રાખવો.
હવે ૧૫ મિનિટ પછી લોટ નો નાનો લૂવો લઈ આ રીતે વાટકી જેવો આકાર કરવો.
હવે તેમા પુરણ નો ગોળો મુકી ધીમે ધીમે તેને બંધ કરતા જવુ.
આ રીતે ગોળ ગોળ અંગૂઠા થી મસાલો નો ગોળો દબાવતા જવુ અને લોટ ને ઉપર ખેચતા જવુ.
હવે લોટ ને કચોરી ની જેમ બંધ કરી વધારાનો લોટ કાઢી લેવો અને આ રીતે ગોળ બનાવી લેવી.
હવે બધી જ કચોરી એ રીતે બનાવી લેવી. તેને કપડા પર મૂકી કપડા થી ઢાંકી લેવી જેથી સુકાઈ ન જાય.
હવે કડાઈ મા તેલ ગરમ કરી કચોરી ધીમી આંચ પર તળવી.
આ રીતે આછા ગુલાબી રંગની થાય એટલે કાઢી લેવી.
આ રીતે બધી જ કચોરી તળી લેવી.
સુકા મસાલા કચોરી તૈયાર છે દિવાળી મા બનાવી સ્વાદિષ્ટ કચોરી ની મજા માણો.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો