હોમ પેજ / રેસિપી / Crispy Aloo Roti Pie

Photo of Crispy Aloo Roti Pie by Ruchi Thacker at BetterButter
1520
11
4.7(3)
0

Crispy Aloo Roti Pie

Aug-09-2018
Ruchi Thacker
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લોટ 2 કપ
  2. અજમો 1/2 ટી સ્પુન
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. તેલ 2 ટેબલ સ્પુન
  5. પાણી જરુર મુજબ
  6. બાફેલા બટેકા 3 થી 4 નંગ મીઙીયમ
  7. તેલ 1/2 ટેબલ સ્પુન
  8. રાઈ 1/2 ટી સ્પુન
  9. જીરૂ 1/2 ટી સ્પુન
  10. હળદર 1/2 ટી સ્પુન
  11. બારીક સમારેલા લીલા મરચા & લીમડો 2 ટેબલ સ્પુન
  12. બારીક સમારેલ ડુંગળી 2 ટેબલ સ્પુન
  13. બારીક સમારેલ ટામેટા 2 ટેબલ સ્પુન
  14. લાલ મરચુ પાવડર 1 ટેબલ સ્પુન
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. કીમ 2 ટેબલ સ્પુન
  17. ઘઉં ના લોટ માંથી બનાવેલ વ્હાઈટ સોસ 3 ટેબલ સ્પુન
  18. લસણ ની ચટણી અને ટોમેટો કેચપ નુ મીશ્રણ 1 ટેબલ સ્પુન

સૂચનાઓ

  1. સૌ પહેલા એક મોટા બાઉલ મા ઘઉં નો લોટ, મીઠુ, અજમો અને તેલ મિક્ષ કરી જરૂર મુજબ પાણી નાખી કડક લોટ બાંધો.
  2. એક પેન મા તેલ લઇ તેલ આવે એટલે તેમા રાઈ-જીરૂ અને લીમઙો તથા મરચા ઉમેરો.
  3. ત્યાર બાદ તેમા બારીક સમારેલ ડુંગળી ઉમેરી આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી થઈ ગયા બાદ તેમા ટામેટા ઉમેરી સાતળો.
  4. બંને સંતળાઈ ગયા બાદ તેમા બધા મસાલા ઉમેરો અને બાફેલા બટેકા ઉમેરી મીક્ષ કરો.
  5. અંત મા ક્રીમ ઉમેરી મીક્ષ કરી ગેસ બંધ કરી દો.
  6. હવે ભાખરી ના લોટ માંથી એક મોટી ભાખરી બનાવી પાઈ મોલ્ડ મા નીચે સેટ કરી પ્રિ હીટેડ ઓવન મા 180° પર 15 મિનિટ માટે બેક કરો.
  7. બેક થઈ ગયા બાદ તેના પર વ્હાઈટ સોસ અને લસણ ની ચટણી નુ મિશ્રણ લગાવો. હવે તેના પર આલુભાજી નાખી ઉપર બીજી ભાખરી દ્વારા મનગમતી ડીઝાઈન બનાવી પી હીટેઙ ઓવન મા 180° પર 15 મિનિટ માટે બેક કરો.
  8. તૈયાર છે ક્રિસ્પી આલૂ રોટી પાઈ

સમીક્ષાઓ (3)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Heena Soni
Mar-22-2025
Heena Soni   Mar-22-2025

Backing powder nathi nakhvano???

Avani Desai
Sep-08-2018
Avani Desai   Sep-08-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર