BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / વેજ બિરયાની

Photo of Veg Biryani by Rani Soni at BetterButter
2
10
0(0)
0

વેજ બિરયાની

Mar-30-2019
Rani Soni
25 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ બિરયાની રેસીપી વિશે

વેજ બિરયાની ચોખા,શાકભાજી અને વિવિધ પ્રકારના મસાલાની સ્વાદિષ્ટ સુગંધીત વાનગી છે.જે અનેક જ્ગ્યા અે સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે.જે નવાબ શૈલી વાનગી તરીકે જાણીતી છે. તે સમગ્ર ભારતીય માં લોકપ્રિય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 1/2 કપ બાસમતી ચોખા ( 20 મિનિટ માટે પલાળેલ)
  2. 5 કપ પાણી
  3. 2 તેજ પત્તા
  4. 1 ઇંચ તજ
  5. 2-3 લવિંગ
  6. 2 ઈલાયચી
  7. 1 મોટી ઈલાયચી
  8. 1 જાવિત્રી
  9. 2 ચમચી તેલ
  10. 1 ચમચી મીઠું
  11. બિરયાની ગ્રેવી માટે:
  12. 3 ચમચી ઘી
  13. 1 ચમચી શાહજીરુ
  14. 1 તજ પત્તા
  15. 2 ઇંચ તજ
  16. 2 ઈલાયચી
  17. 1 મોટી ઈલાયચી
  18. 1 ડુંગળી સમારેલ
  19. 1 ચમચી આદુ-લસણ પેસ્ટ
  20. 2 કપ મિશ્ર શાકભાજી, (ગાજર, ગોબી, વટાણા, બટાકા,ફણસી) 1
  21. 1 કપ દહીં
  22. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  23. 1/2 ચમચી હળદર પાવડર
  24. 2 ચમચી બિરયાની મસાલા પાવડર
  25. મીઠું જરુરમુજબ
  26. 6-7 કાજુ
  27. 1 કપ પાણી
  28. 2-3 ચમચી પનીર
  29. 1/4 કપ કોથમીર
  30. 1/4 કપ ફુદીના પાન
  31. 1/2 કપ તળેલી ડુંગળી બિરસ્તા
  32. 1/4 કપ કેસર વાળું દૂધ
  33. 1 ચમચી કેવડા વોટર

સૂચનાઓ

  1. એક મોટા વાસણમાં 5 કપ પાણી લો
  2. તેમાં તજ, લવિંગ, જાવિત્રી ,ઈલાયચી, મોટી ઈલાયચી,તેલ અને મીઠું નાંખી
  3. પાણી ઉકળે એટલે બાસમતી ચોખા ઉમેરો
  4. ચોખા લગભગ 75% રંધાઈ જાય ત્યાં સુધી ઉકાળો (ચોખાને સંપૂર્ણપણે રાંધશો નહીં.
  5. હવે ચોખા ને પાણીમાંથી કાઢી ચારણી માં નાંખો અને તેના ઉપર ઠંડું પાણી નાંખી એક બાજુ રાખો
  6. બિરયાની ગ્રેવી માટે:
  7. અેક મોટી કડાઈ માં ઘી ગરમ કરો
  8. તેમાં શાહજીરુ નાંખો
  9. તેમાં બધા ખડા મસાલા નાંખો
  10. મસાલા સુગંધિત થાય ત્યાં સુધી સાંતળો
  11. હવે તેમાં ડુંગળી ઉમેરો અને સાંતળો
  12. તેમાં આદુ લસણ પેસ્ટ ઉમેરો મિકસ કરો
  13. હવે મિશ્ર શાકભાજી ઉમેરો અને 2 મિનિટ માટે સાંતળો
  14. હવે તેમાં વલોવેલું દહીં, મરચું પાવડર, હળદર, બિરયાની મસાલા પાવડર, મીઠું ઉમેરો
  15. કાજુ ઉમેરો
  16. મિકસ કરો
  17. 1/2 કપ પાણી નાંખો
  18. આછી જ્યોત પર 10 મિનિટ માટે રાંધો
  19. શાકભાજી લગભગ રાંધાઈ જાય એટલે પનીર ઉમેરો અને સારી રીતે મિકસ કરી દો
  20. બિરયાની ગ્રેવી તૈયાર છે
  21. બિરયાની લેયરિંગ માટે:
  22. એક જાડા તળિયા વાળી કઢાઈ અથવા નોનસ્ટિક કડાઈને ઘી થી ગ્રીઝ કરો
  23. તેમાં સૌ પ્રથમ થોડા રાંધેલા ભાત પાથરો
  24. તેની ઉપર થોડી તળેલી ડુંગળી, સમારેલી કોથમીર ,ફુદીનો પાથરો ,થોડું કેસર વાળું દૂધ રેડો
  25. હવે તેની ઉપર બિરયાની ગ્રેવી સબ્જીનુ લેયર કરો
  26. ફરીથી ભાતનું લેયર કરી તળેલી ડુંગળી, સમારેલી કોથમીર,ફુદીનો ભભરાવી બાકી રહેલું કેસર વાળું દૂધ રેડો
  27. કેવડા વોટર નાંખો
  28. કઢાઈ ને એલ્યુમિનિયમ ફોઈલ થી ઢાંકી ઉપર ઢાંકણ ઢાંકી ધીમા તાપે 10 મિનિટ સુધી સ્ટીમ કરો
  29. વેજ બિરયાની તૈયાર છે
  30. બિરયાની ને રાયતા જોડે પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર