હોમ પેજ / રેસિપી / ઈડલી પ્લેટર

Photo of Idli plater by Hetal Sevalia at BetterButter
425
6
0.0(0)
0

ઈડલી પ્લેટર

Nov-30-2018
Hetal Sevalia
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈડલી પ્લેટર રેસીપી વિશે

લેફટ ઓવર ઈડલી ના બેસ્ટ ઓપ્શન. જેમાં છે ઈડલી ટીક્કા,મસાલા ઈડલી, ઈડલી ચિલી, ઈડલી પકોડા.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • દક્ષિણ ભારતીય
  • સ્ટર ફ્રાય
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 12 નંગ રેગ્યુલર સાઈઝની ઈડલી
  2. 12 નંગ મિની ઈડલી
  3. ***ઈડલી ટીક્કા માટે:-
  4. 2 ટેબલ સ્પૂન બટર
  5. 1 ડુંગળી ના કયુબ
  6. 1 કેપ્સિકમ ના કયુબ
  7. 1 ટામેટાં ના કયુબ
  8. 1/2 ચમચી સંભાર મસાલો
  9. 1/4 ચમચી ચાટ મસાલો
  10. 1/2 ચમચી આમચૂર પાવડર
  11. 1/4 ચમચી હળદર
  12. 1/2 ચમચી લાલ મરચું
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ****મસાલા ઈડલી:-
  15. 2 ચમચી તેલ
  16. 1/4 ચમચી રાઈ
  17. 1/4 ચમચી હીંગ
  18. 8-10 લીમડાના પાન
  19. 1/4 ચમચી હળદર
  20. 1/4 ચમચી લાલ મરચું
  21. 1/2 ચમચી લીલું મરચું
  22. 1/2 ચમચી લીંબુનો રસ
  23. 1/4 ચમચી ધાણાજીરું
  24. 1/4 ચમચી સંભાર મસાલો
  25. મીઠું સ્વાદ અનુસાર
  26. થોડું પાણી
  27. ***ઈડલી ચિલી:-
  28. 2 ચમચી કોનૅફલોર
  29. 2 ચમચી મેંદો
  30. 1/2 ચમચી ચોપ ગાલિક
  31. 1/2 ચમચી ચોપ લીલાં મરચાં
  32. 1/2 ચમચી સોયાસોસ
  33. 1/2 ચમચી રેડચિલી સોસ
  34. 1 ચમચી કેચઅપ
  35. 1 ચમચી સેઝવાન સોસ
  36. 1/2 નંગ કેપ્સિકમ ના પીસ
  37. 3-4 ચમચી લીલી ડુંગળી
  38. 2 ચમચી કોનૅફલોર સ્લરી
  39. 1/4 કપ પાણી
  40. મીઠું સ્વાદ અનુસાર
  41. *****ઈડલી પકોડા:-
  42. પકોડા માટે નું બેટર
  43. તીખી ગ્રીન ચટણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. ***ઈડલી ટીક્કા:- નાની ટુથપીક પર પહેલાં ડુંગળી નો પીસ, પછી મિની ઈડલી, ટામેટાં નો પીસ,ઈડલી, કેપ્સિકમ લગાવી દો. હવે એક પેનમાં બટર લઈ બધા મસાલા 2 મિનિટ માટે સાતળી ટીક્કા ઉમેરી હલકા હાથે મિક્સ કરી લો.2 મિનિટ પછી ગેસ બંધ કરી નીચે ઉતારી લો.
  2. ***ઈડલી મસાલા:- એક પેનમાંતેલ લઈ રાઈ,હીગ,લીમડા નો વઘાર કરો. તેમાં 100 ml પાણી ઉમેરો. મસાલા ઉમેરો. ઉકળે એટલે 4 ઈડલી ના પીસ ઉમેરો. લાલ થાય ત્યાં સુધી થવા દો. ઉપર થી કોથમીર અથવા લીલું લસણ ભભરાવી નીચે ઉતારી લો.
  3. **** ઈડલી ચિલી:- એક બાઉલમાં મેંદો અને કોનૅફલોર, મીઠું મિક્સ કરી પાણી ઉમેરી ખીરું બનાવી લો.4 ઈડલી ના પીસ કરી ખીરામાં બોળી ગોલ્ડન તળી લો. એક પેનમાં તેલ મૂકી લસણ ,મરચાં સાતળો કેપ્સિકમ ઉમેરી બધા સોસ ઉમેરો. પાણી ઉમેરો. ઉકળે એટલે સ્લરી ઉમેરો. ઈડલી ઉમેરો. સારી રીતે મિક્સ કરી લીલી ડુંગળી ઉમેરી નીચે ઉતારી લો.
  4. ****ઈડલી પકોડા:- પકોડા માટે નું બેટર તૈયાર કરો.બેટર તીખું રાખવું.4 ઈડલી ના પીસ કરો. દરેક પીસ ને વચ્ચે થી કાપો. એક પીસ પર ચટણી લગાવી તેના પર બીજો પીસ મૂકી દો. ખીરામાં બોળી તળી લો. ચટણી ને બદલે બટાકા નું સ્ટફિંગ પણ વાપરી શકાય છે. બટાકા ના સ્ટફિંગ થી બ્રેડ પકોડા ની ફિલીગ આવશે.
  5. દરેક વસ્તુ ગરમાગરમ એક પ્લેટ માં મૂકી કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર