BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Corn Vada

Photo of Corn Vada by Bharti Khatri at BetterButter
801
4
0(0)
0

Corn Vada

Oct-22-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
120 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩ કપ મકાઈનો લોટ
  2. ૧ કપ ઘઉંનો રોટલી નો ઝીણો લોટ
  3. ૨ ચમચી લાલ મરચુ પાઉડર
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧ ચમચી ગરમ મસાલો
  6. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  7. ૨ ચમચી અથાણા નો મેથીયો મસાલો
  8. ૨ ચમચી તલ
  9. ૧ ચમચો લીલામરચા, લસણ,આદુ વાટેલા
  10. ૩ થી ૪ ચમચા ગોળ
  11. ૧ ચમચી અજમો
  12. જરૂર મુજબ ખાટું દહી
  13. પ્રમાણસર તેલ નું મોણ
  14. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક મોટા બાઉલ મા બન્ને લોટ ભેગા કરી તેમા લાલ મરચુ પાઉડર, મીંઠુ, હળદર, ગરમ મસાલો, ધાણાજીરુ પાઉડર, વાટેલા આદુ મરચા લસણ, મેથીયો મસાલો, અજમો, ગોળ, જરૂર મુજબ તેલ નુ મોણ બધો મસાલો નાખી ખાટ્ટા દહીં થી રોટલી જેવો લોટ બાંધવો.
  2. આ રીતે બધો મસાલો મિક્સ કરી લોટ બાંધી ઢાંકીને રાખવો.
  3. ૨ થી ૩ કલાક પછી બાંધેલ લોટ ને બરાબર મશળી ને કેળવી લેવો.
  4. હવે આ રીતે કેળવેલ લોટ ના એક સરખા લુવા બનાવી લેવા.
  5. હવે હાથ પર લોટ ચોટે નહી એટલે તેલ લઈ હાથ પર થેપી ને કે પછી રોટલી વણવા ની આદણી પર વડા બનાવવા.
  6. આ રીતે મકાઈનાં વડા થેપી ને બનાવી લેવા.
  7. હવે તેલ ના વધારે તાપ મા વડા તળવા.
  8. હવે વચ્ચે ગેસ ધીમો કરી વડા બરાબર ચઢી જાય ત્યાં સુધી તળવા.
  9. આ રીતે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.
  10. આ રીતે બધા જ મકાઈનાં વડા તળી ને બનાવી લેવા અને ચા, કોફી કે દૂધ કે પછી ટોમેટો કેચપ સાથે પીરસવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર