હોમ પેજ / રેસિપી / ઈંડાં બિરયાની

Photo of Egg Biryani by Aameena Ahmed at BetterButter
8347
190
4.5(0)
2

ઈંડાં બિરયાની

Nov-13-2015
Aameena Ahmed
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. ઈંડાંના મિશ્રણ માટે
  2. ઈંડાં - ૬
  3. તેલ - ૧/૨ કપ
  4. આખો ગરમ મસાલો (૪-૬ લવિંગ ૪-૬ કાળા મરી)
  5. લીલી એલચી - ૨, મોટી એલચી -૨, તજ -૨
  6. ૨ કાંદા મધ્યમ લાંબા કાપેલા
  7. ૩ ટમાટર મધ્યમ લાંબા કાપેલા
  8. નારિયેળનું દૂધ - ૧/૨ કપ
  9. આદુ લસણની પેસ્ટ - ૧ મોટી ચમચી
  10. હળદર - ૧/૨ નાની ચમચી
  11. મીઠું - ૧ ભરેલી નાની ચમચી
  12. લાલ મરચાંનો પાવડર - ૧ ૧/૨ નાની ચમચી
  13. જીરું પાવડર - ૧ નાની ચમચી
  14. ધાણા પાવડર - ૧ નાની ચમચી
  15. આખા લીલા મરચાં - ૫
  16. લીલી કોથમીર - ૧ નાની જુડી
  17. ફુદીના - ૧૦-૧૨ પાંદડાં
  18. ગરમ મસાલો પાવડર - ૧/૨ નાની ચમચી
  19. ભાત માટે:
  20. ચોખા - ૧ કિલો (૩૦ મિનિટ માટે પલાળેલા)
  21. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. સખત પાણીમાં ઈંડાંને બાફો. બાફ્યા પછી કવચ કાઢી અને બાજૂમાં મૂકો.
  2. એક પૅન લો, તેમાં અડધો કપ તેલ ઉમેરો, પછી આખા ગરમ મસાલા નાખી લાંબા કાપેલા કાંદા નાખી અને તેઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
  3. લસણ આદુની પેસ્ટ નાખીને એક મિનિટ સુધી સાંતળો અને પછી હળદર, મીઠું, લાલ મરચું પાવડર, જીરા પાવડર, ધાણા પાવડર, અને થોડું પાણી ઉમેરો અને બધાને ફરી સારી રીતે સાંતળો.
  4. લાંબા કાપેલા ટમાટર ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. હવે નારિયેળનું દૂધ ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. બાફેલા ઈંડાં ઉમેરો, કાળજીપૂર્વક ભેળવો અને આખા મિશ્રણને બાજુ પર મૂકો.
  5. ભાત માટે; પાણીને મીઠું નાખીને ઉકાળો.
  6. બાસમતી ચોખા ઉમેરી તે ૩/૪ ભાગના ચડવા દો પછી તેનું પાણી કાઢી અને બાજુ પર મૂકો.
  7. હવે થર કરવા માટે, એક તપેલાને (જાડાં તળિયાવાળું ગોળ વાસણ રાંધવા) ગ્રીસ કરી તેમાં ૧ ટીસ્પૂન ઘી નાખી પછી પહેલો થર ભાતનો કરો પછી ઈંડાંના મિશ્રણને ઉમેરો એના પર લીલા મરચાં, લીલી કોથમીર, ફુદીના, ગરમ મસાલો ઉમેરો
  8. પહેલા ડીશને એલ્યુમિનિયમ ફોઈલથી બંધ કરો અને પછી ઢાંકણું ઢાંકો સાથે તેના પર વજન રાખો. ૫ મિનિટ માટે ઉચ્ચ આંચ પર રાંધો અને ૧૦ મિનિટ માટે ધીમી આંચ પર. ઈંડાં બિરયાની પીરસવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર