Photo of Raj Kachori by Urvashi Belani at BetterButter
1402
6
0.0(0)
0

Raj Kachori

Mar-31-2019
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. કચોરી બનાવવા માટે
  2. 1 કપ રવો
  3. 1/4 કપ ઘઉં નો લોટ
  4. 1/4 ચમચી બેકિંગ પાવડર
  5. સ્વાદાનુસાર નમક
  6. મસાલો બનાવવા માટે :
  7. 1 કપ બાફેલા બટાકા ના ટુકડા
  8. 1 કપ બાફેલા મગ
  9. 1 કપ બાફેલા કાળા ચણા
  10. 1 ચમચી લાલ મરચું
  11. 1 ચમચી જીરું પાવડર
  12. 1 ચમચી ચાટ મસાલો સ્વાદાનુસાર નમક
  13. આમલી ની ચટણી બનાવવા માટે
  14. 1/2 કપ આમલી
  15. 1/2 કપ ખાંડ
  16. 1/2 ચમચી લાલ મરચું
  17. 1/2 ચમચી સંચર
  18. 1 ચમચી સુંઠ નો પાવડર
  19. 1/2 ચમચી જીરું પાવડર
  20. 1/4 ચમચી હિંગ
  21. સ્વાદાનુસાર નમક
  22. લીલી ચટણી બનાવવા માટે:
  23. 4 કળી લસણ
  24. 1 નાનો ટુકડો આદુ
  25. 2 થી 3 લીલાં મરચાં
  26. 1 ટામેટું
  27. 2 ચમચી સીંગદાણા
  28. 1 લીંબુ
  29. 1/4 કપ ફુદીનાં ના પાન
  30. 1 કપ કોથમીર
  31. સ્વાદાનુસાર નમક
  32. સર્વ કરવા માટે:
  33. 1 કપ દહીં (નમક અને ખાંડ નાખી ફેટવું)
  34. 1 દાડમ
  35. 1 બારીક સમારેલી ડુંગળી
  36. 1 બારીક સમારેલું ટામેટું
  37. પાતળી અને ફીકી સેવ

સૂચનાઓ

  1. કચોરી બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરીને થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો અને લોટ ને 15 મિનિટ સુધી ઢાંકી ને અલગ મૂકી દો.
  2. હવે લોટ માંથી એક લોઈ લઇને પુરી વણો અને ગરમ તેલ માં મધ્યમ આચ પર બન્ને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
  3. મસાલા ની બધી સામગ્રી ભેગી કરીને મિક્સ કરી દો.
  4. આમલી ની ચટણી બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરીને 1 ગ્લાસ પાણી નાખી 5 થી 7 મિનિટ માટે ઉકાળો.
  5. જ્યારે ચટણી ઠંડી થાય પછી તેને બ્લેડર થી મેશ કરીને છાણી લો.
  6. લીલી ચટણી બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરીને થોડું પાણી નાખી મિક્સર માં પીસી લો.
  7. સર્વ કરવા માટે કચોરી ને વચ્ચે થી તોડી ને ખાલી કરો પછી તેમાં મસાલો, બન્ને ચટણી અને દહીં નાખો
  8. ફરી થી મસાલો, બન્ને ચટણી અને દહીં નાખી આખી કચોરી ભરી દો.
  9. ઉપર થી ડુંગળી, ટામેટું , દાડમ અને સેવ નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર