હોમ પેજ / રેસિપી / કેપ્સીકમ મસાલા કરી

Photo of capsicum Masala curry by Hiral Pandya Shukla at BetterButter
513
5
0.0(0)
0

કેપ્સીકમ મસાલા કરી

Feb-19-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેપ્સીકમ મસાલા કરી રેસીપી વિશે

આ એક સાઉથ ઇન્ડિયન કરી ની વાનગી છે.. આને રોટલી સાથે પીરસી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • દક્ષિણ ભારતીય
  • પીસવું
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. મસાલા પેસ્ટ માટે:-
  2. 2 ચમચી શીંગદાણા
  3. 1 ચમચી તલ
  4. 2 ચમચી તેલ
  5. 1 ચમચી જીરું
  6. 1 ચમચી આખા ધાણા
  7. 1/4 ચમચી મેથી દાણા
  8. 7-8 લીમડાના પાન
  9. 6 સુકા મરચા
  10. 1/4 કપ સુકુ નાળીયેર
  11. કરી માટે:-
  12. 2 ચમચી તેલ
  13. 1 ચમચી જીરું
  14. 1/2 જીણી સમારેલી ડુંગળી
  15. 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  16. 1 કપ કેપ્સીકમ મોટા સમારેલ
  17. 1/2 કપ ડુંગળી મોટી સમારેલી
  18. 1 ટમેટુ સમારેલ
  19. 1/4 ચમચી હળદર
  20. મીઠું સ્વાદ મુજબ
  21. 1/2 કપ આમલી નું પાણી

સૂચનાઓ

  1. કઢાઇ મા દાણા અને તલ શેકી કાઢી લો.
  2. એ જ કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં પેસ્ટ ની બધી સામગ્રીઓ સાતળી લો.
  3. ઠંડું પડે પછી મીકસી મા પીસી લો.
  4. કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં જીરુ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો
  5. કેપ્સીકમ,મોટી ડુંગળી, મીઠું,હળદર નાખી મિક્સ કરો.
  6. ટમેટા અને આમલી નુ પાણી ઉમેરી મિક્સ કરો.
  7. 10 મીનીટ ઢાંકી પાકવા દો.
  8. ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર