હોમ પેજ / રેસિપી / તિરંગા બિરયાની

Photo of Tiranga biryani by Urvashi Belani at BetterButter
1388
7
0.0(0)
0

તિરંગા બિરયાની

Jan-01-2019
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તિરંગા બિરયાની રેસીપી વિશે

અહીં ભાત ને બે અલગ અલગ ગ્રેવી માં બનાવી અને સફેદ ભાત ને જીરા રાઈસ કરી, ત્રણે ભાત ને એકસાથે સર્વ કરી તિરંગા બિરયાની બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 3 કપ રાંધેલા ભાત
  2. ઓરેન્જ લેયર માટે:
  3. 2 ચમચા તેલ
  4. આખા મસાલા (જીરું, લવિંગ, તજ, તેજપાન, મરી)
  5. 1/2 ચમચી વાટેલા આદુ લસણ મરચા
  6. 1 ડુંગળી ની પેસ્ટ
  7. 1 ટામેટા ની પેસ્ટ
  8. 1/2 ચમચી લાલ મરચું
  9. 1/4 ચમચી ગરમ મસાલો
  10. સ્વાદાનુસાર નમક
  11. 2 ચમચા દહીં
  12. ચપટી ઓરેન્જ રેડ કલર
  13. લિલી લેયર માટે:
  14. 2 ચમચા તેલ
  15. 1 ચમચી વાટેલા આદુ લસણ મરચા
  16. 1/2 કપ પાલક ની પેસ્ટ (બાફી ને પેસ્ટ બનાવવી)
  17. 2 ચમચા દહીં
  18. 1/2 ચમચી લાલ મરચું
  19. 1/4 ચમચી ગરમ મસાલો
  20. સ્વાદાનુસાર નમક
  21. જીરા રાઈસ માટે:
  22. 2 ચમચા તેલ
  23. 1 ચમચી જીરું
  24. આખા મસાલા (તજ ,લવિંગ, તેજપાન, મરી)
  25. 2 બારીક કાપેલા લીલા મરચા
  26. લીલા ધાણા

સૂચનાઓ

  1. ઓરેન્જ લેયર માટે તેલ ગરમ કરી,આખા મસાલા નાખી આદુ મરચા લસણ નાખો.
  2. ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો, જ્યારે થોડું ગોલ્ડન થાય ત્યારે ટામેટા ની પેસ્ટ, દહીં, કલર અને મસાલા નાખી મિક્સ કરો.
  3. 2 મિનિટ પછી 1 કપ ભાત નાખી મિક્સ કરી ગેસ બન્દ કરી દો.
  4. લિલી લેયર માટે તેલ ગરમ કરી, તેમાં આદુ લસણ મરચા નાખી સાંતળો.
  5. 1 મિનિટ પછી પાલક ની પેસ્ટ, દહીં અને મસાલા નાખી મિક્સ કરો.
  6. 2 મિનિટ પછી 1 કપ ભાત નાખી મિક્સ કરી ગેસ બન્દ કરી દો.
  7. જીરા રાઈસ માટે તેલ ગરમ કરી, જીરું,આખા મસાલા લીલા મરચા નાખી 1 કપ ભાત નાખી મિક્સ કરો.
  8. કોથમીર નાખી મિક્સ કરી ગેસ બન્દ કરી દો.
  9. એક માઈક્રોસેફ બાઉલ માં પહેલા લીલા ભાત ની લેયર બનાવી, તેના પર જીરા રાઈસ ની લેયર બનાવો પછી તેના પર ઓરેન્જ ભાત ની લેયર બનાવી 2 મિનિટ માઈક્રો માં મુકો.
  10. ધીરે થી બાઉલ ને ઊંધું કરો અને દહીં સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર