Photo of Masala bun by Shraddha Patel at BetterButter
461
1
2.0(0)
0

Masala bun

Sep-18-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • પીસવું
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. એક બર્ગર બન (મોટું) અથવા બે લાદી પાઉં
  2. એક નંગ ડુંગળી
  3. એક નંગ ટામેટું
  4. એક ચમચી આદુ-લસણ ની પેસ્ટ
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. એક ચમચી કાશ્મીરી મરચું પાવડર
  7. અડધી ચમચી હળદર
  8. એક ચમચી ધાણાજીરુ પાવડર
  9. એક ચમચી પાઉંભાજી મસાલા
  10. અડધો કપ પાણી
  11. એક ચમચી બારીક સમારેલી કોથમીર
  12. બે ચમચી તેલ

સૂચનાઓ

  1. ડુંગળી અને ટામેટા ના મોટા કટકા કરી લો.
  2. મિક્સર જાર ની અંદર ડુંગળી અને ટામેટા ના કટકા ઉમેરી પીસી લો.
  3. બન ના નાના ચોરસ કટકા કરી લો.
  4. એક કઢાઈ મા તેલ ગરમ કરો.
  5. ત્યારબાદ તેમાં આદુ -લસણ ની પેસ્ટ સાંતળો.
  6. હવે તેમાં હળદર, ધાણાજીરુ, પાઉંભાજી મસાલા અને મરચું પાવડર નાખી અડધી મિનિટ માટે સાંતળો. (સુકા મસાલા બળતા હોય તો એક ચમચી પાણી ઉમેરો.)
  7. હવે તેમાં ડુંગળી ટામેટા ની પેસ્ટ ઉમેરો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
  8. હવે તેલ છૂટે ત્યાં સુધી ચઢવા દો.
  9. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે ચઢવા દો.
  10. હવે તેમાં બન ના કટકા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  11. હવે મસાલા બન ને પ્લેટ મા લઇ કોથમીર ભભરાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર