હોમ પેજ / રેસિપી / મેઝિક વેજીટેબલ સેન્ડવીચ

Photo of Magic vegetable sandwich by Harsha Israni at BetterButter
809
4
0.0(0)
0

મેઝિક વેજીટેબલ સેન્ડવીચ

Sep-06-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેઝિક વેજીટેબલ સેન્ડવીચ રેસીપી વિશે

આ સેન્ડવીચ કાકડી,શીમલામરચા,ટામેટા,ડુંગળી,ગાજર,કોબીજમાંથી બનાવ્યા છે. ચેરી અને કોબીજના પાનથી ડેકોરેટ કર્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ નંગ કાકડી
  2. ૧ નંગ ટામેટુ
  3. ૧ નંગ ડુંગળી
  4. ૧ નંગ ગાજર
  5. ૧ નંગ શિમલા
  6. ૩૦ ગા્મ કોબીજ
  7. ૨ ચમચી કાળીમરી પાવડર
  8. મીઠુ જરુર મુજબ
  9. ૬ - ૧૦ બ્રેડની સલાઈસ
  10. ૧ કપ મેયોનીઝ (જરુર મુજબ)
  11. ૧ કપ કોથમીરની ચટની (જરુર મુજબ)
  12. ૧ કપ ચીઝ (જરુર મુજબ)
  13. સજાવવા માટે-
  14. થોડીક ચેરી
  15. થોડીક ટુથ પીક
  16. કોબીજના પાન

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈને ઝીણા સમારી દો અથવા વેજીટેબલ કટરમાં ક્રશ કરી લો.
  2. ક્રશ કરેલી શાકભાજીમાં કાળી મરી પાવડર અને મીઠુ મીક્સ કરો.
  3. બ્રેડની સ્લાઈસને ગોળ કટર અથવા ગોળ ડબ્બાના ઢાંકણ વડે ગોળ આકારમાં કાપી દો.
  4. હવે અેક ગોળ કાપેલી બ્રેડની સલાઈસ પર કોથમીરની ચટની લગાવો.
  5. બીજી બ્રેડની સલાઈસની ઉપર મેયોનીઝ લગાવો.
  6. કોથમીરની ચટનીની ઉપર મીક્સ કરેલી શાકભાજીનું ૧- ૨ ચમચી પૂરણ મૂકી ઉપર છીણેલુ ચીઝ મૂકો .
  7. મેયોનીઝવાળી બ્રેડવાળી સલાઈસને શાકભાજીવાળી બ્રેડની સલાઈસની ઉપર ગોઠવીને ચેરી અને ટૂથપીકથી ફીક્સ કરી કોબીજના પાનમાં મૂકીને પીરસો.
  8. તૈયાર છે મેજીક વેજીટેબલ સેન્ડવીચ .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર