હોમ પેજ / રેસિપી / લૂઝ મોહનથાળ

Photo of Loose Mohanthal by Krupa Shah at BetterButter
869
4
0.0(0)
0

લૂઝ મોહનથાળ

Sep-04-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લૂઝ મોહનથાળ રેસીપી વિશે

આ મીઠાઈ માં ચણા નો ઝીણો અને કકરો લોટ બન્ને વાપરવામાં આવે છે. આ મોહનથાળ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે, ગરમ ખાઓ કે ઠંડો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ કપ ઝીણો ચણા નો લોટ
  2. ૧/૨ કપ કકરો ચણા નો લોટ
  3. ૨ મોટી ચમચી ગરમ દૂધ
  4. ૧ કપ ઘી
  5. ૫૦ ગ્રામ છીણેલો માવો
  6. ૧ નાની ચમચી ઇલાયચી અને જાયફળ નો પાવડર
  7. ખાંડ ની ચાસણી માટે:
  8. ૧ કપ + ૨ મોટી ચમચી ખાંડ
  9. થોડા કેસર ના તાંતણા
  10. જરૂર મુજબ પાણી
  11. સજાવટ માટે :
  12. બદામ અને કાજુ જરૂર મુજબ

સૂચનાઓ

  1. બેવ ચણા ના લોટ એક વાસણ માં લેવા અને વચ્ચે ખાડો કરવો.
  2. આ ખાડા માં ગરમ દૂધ અને એક મોટી ચમચી પીગાળેલું ઘી ઉમેરવું.
  3. હવે ચણા ના લોટ થી ખાડો ઢાંકી દેવો અને ૧૦ મિનિટ માટે બાજુ પર મૂકી દેવું. (આને ધાબો દેવું કહેવાય)
  4. ચાસણી બનાવા મૂકી દેવી.
  5. ચાસણી માટે એક વાસણ માં ખાંડ લેવી અને એમાં ખાંડ ડૂબે એટલું પાણી લેવું અને ગરમ કરવા મૂકવું.
  6. કેસર નાખી ૧ & ૧/૨ તાર ની ચાસણી તૈયાર કરી લો.
  7. ધાબો આપેલો ચણા ના લોટ ને હાથ થી મસળી લો એ રીતે કે ઘી અને દૂધ બરાબર લાગી જાય.
  8. હવે એક નોન-સ્ટિક પેન માં ઘી ગરમ કરી એમાં મસળેલા ચણા નો લોટો ઉમેરી દો.
  9. ૧૦-૧૨ મિનીટ સુધી ધીમી આંચ પર શેકો, થોડી થોડી વાર પછી હલાવતા રહેવું.
  10. સોનેરી રંગ નું થઈ જાય પછી ગૅસ બંધ કરી એમાં માવો નાખી દેવો.
  11. એમાં ઇલાયચી અને જાયફળ પાવડર ઉમેરી લો.
  12. હવે એમાં ખાંડ ની ચાસણી ઉમેરી લો અને બરાબર હલાવી લો.
  13. ૩-૪ મિનિટ માટે ગેસ પર શેકી લો.
  14. લૂઝ મોહનથાળ તૈયાર છે અને બદામ અને કાજુ થી સજાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર