હોમ પેજ / રેસિપી / ગટ્ટા ભાજી કઢી

Photo of Tandalja bhaji with Gatta carry. by Mita Shah at BetterButter
3944
2
0.0(0)
0

ગટ્ટા ભાજી કઢી

Jul-04-2018
Mita Shah
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગટ્ટા ભાજી કઢી રેસીપી વિશે

ગટ્ટા કઢી એક રાજસ્થાની ડીશ છે જે બેસન અને દહીં તથા અન્ય મસાલાઓ થી બને છે જેમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે જેના માટે તેમાં તાંદરજા ની ભાજી નો ઉપયોગ કર્યો છે જે આ ડીશ નો સ્વાદ અને ગુણવત્તા બને વધારે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • રાજસ્થાન
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 ડુંગળી છીણેલી
  2. 1 નાની ચમચી આદુ, મરચાં ને લસણની પેસ્ટ
  3. 250 ગ્રામ તાંદળજાની ભાજી સમારેલ
  4. 2 મોટા ચમચા ચણાનો લોટ (બેસન)
  5. 1/2 વાટકી દહીં
  6. 1 નાની ચમચી જીરું
  7. 1/4 નાની ચમચી હીંગ
  8. દહીં માં મિક્સ કરવાની સામગ્રી :-
  9. 1 નાની ચમચી લાલ મરચું
  10. 1/4 નાની ચમચી હળદર
  11. 2 નાની ચમચી ધાણજીરું પાવડર
  12. પાણી જરૂર મુજબ. (બાફવા તથા લોટ બાંધવા માટે)
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ગટ્ટા ના લોટ માં ઉમેરવાનો મસાલો :-
  15. 1/2 નાની ચમચી લાલ મરચું
  16. 2 ચપટી હળદર
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. અજમો 1/4 નાની ચમચી
  19. તેલ 2 મોટા ચમચા

સૂચનાઓ

  1. સૌપ્રથમ ચણાના લોટ માં બધા જ મસાલા, અજમો ને થોડું તેલ નાખી નરમ લોટ બાંધી લો.
  2. હવે કડાઈ માં પાણી લઈ ગેસ પર ગરમ કરો તેમાં થોડું તેલ અને મીઠું પણ ઉમેરો.
  3. લોટ માં થી પાતળા રોલ કરી ઉકળતા પાણી માં નાખો અને 10 થી 15 મિનિટ ચઢવા દો.
  4. બફાઈ ગયા પછી પાણી માં થી કાઢી લો. ગટ્ટા બાફેલું પાણી એક બાજુ મૂકી રાખો.
  5. હવે ગટ્ટાના નાના નાના કટકા કરી બાજુ માં રાખી લો.
  6. કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને હિંગ મુકી તતડાવી લો.
  7. છીણેલી ડુંગળી ,આદુ,મરચાં લસણની પેસ્ટ ઉમેરી સાતળી લો.
  8. ભાજી ઉમેરો અને ગટ્ટા બાફેલું પાણી થોડું રેડી ને ભાજીને ચઢવા દો.
  9. હવે દહીં માં બધા જ મસાલા નાખી , ચઢી ગયેલી ભાજીમાં ઉમેરો, બીજું બચેલું પાણી રેડો. હવે ગટ્ટા ઉમેરી 8/10 મીનીટ ઉકાળવાદો.
  10. ગરમાગરમ શાક ને ભાખરી કે રોટલા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર