Photo of Naylon Khaman Cake by Bharti Khatri at BetterButter
1730
6
0.0(1)
0

Naylon Khaman Cake

Jun-23-2018
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨૫૦ ગ્રામ બેસન (ચણા નો લોટ)
  2. ૧ બીટ છીણેલું
  3. ૧ ચમચી આદુ, મરચાં વાટેલા
  4. ચપટી હીંગ
  5. ૧ ૧/૨ નાની ચમચી લીંબુના ફુલ
  6. ૧ નાની ચમચી સાજીં ના ફુલ
  7. ૨ મોટા ચમચા વઘાર માટે તેલ
  8. ૧ નાની ચમચી રાઈ
  9. ૧ નાની ચમચી તલ
  10. ૪-૫ લીલા મરચાં
  11. 4 નાની ચમચી ખાંડ
  12. ૧ મોટો ચમચો નારિયેળ છીણેલુ
  13. ૧ ચમચો દાડમ ના દાણા
  14. મીઠુ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. બેસન ને બે ભાગમા લઈ લો અલગ અલગ બેસન મા મીઠું ,આદુ મરચા વાટેલા, હીંગ, તેલ અને પાણી નાખીને ખીરુ તૈયાર કરવુ.
  2. થાળી ગરમ થાય ત્યા સુધી બીટ ને ધોઈને છીણી તેને હાથ થી દબાવી બીટ માથી પાણી કાઢી લેવુ અને તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ચપટી ગરમ મસાલો અને મીઠું નાખી ને મિક્સ કરી લેવુ.
  3. હવે એક ભાગ મા સાજીં ના ફુલ નાખવા.
  4. પછી તેને ખુબ હલાવો તો આ રીતે ખીરુ ફુલશે.
  5. હવે ખીરા ને થાળી મા રેડી ને ઢોકળાં ના કુકર માં મૂકી ખમણ થવા દો.
  6. હવે ૩-૪ મિનિટ પછી ખમણ થોડા થઈ જાય એટલે મસાલો મિક્સ કરેલુ છીણેલુ બીટ ખમણ ની ઉપર પાથરી દેવુ.
  7. હવે બીજા ભાગ મા પણ સાજી ના ફુલ નાખી ખુબ હલાવી ખીરુ ફુલે એટલે બીટ વાળા લેયર પર બધી બાજુ સરખુ રેડી દેવુ.
  8. આ રીતે ખમણ તૈયાર થશે.
  9. હવે ખમણ ને થાળી માથી કાઢી કડાઈ મા તેલ ગરમ કરી તેમા વધાર કરો. તેના માટે કડાઈ માં તેલ ગરમ કરો તેમાં રાઈ ને ચપટી હીંગ નાખો ત્યારબાદ લીલા મરચાં મોટા કાપેલા, તલ અને ખાંડ નાખી તેમા પાણી ઉમેરી થોડી વાર ઉકળવા દેવુ જ્યા સુધી ખાંડ ઓગળી જાય. હવે વઘાર ખમણ પર બધી બાજુ રેડવો. અને કોપરા ની નારિયેળ ની છીણ પાથરવુ.
  10. હવે દાડમ ના દાણા અને બીટ થી સજાવો.
  11. હવે ઝીણી સેવ સાથે પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Jun-23-2018
Neelam Barot   Jun-23-2018

ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ પણ:ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર